સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી,એડ એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો આજે જ ફોર્મ ભરી એડમિશન મળેવો વધું માહિતી માટે આજે જ અમારી વેબસાઇટની મુલાકાત લો. અહિયાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
બી. એડ, પ્રવેશ જાહેરાત વર્ષ : ૨૦૨૩-૨૪
• સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટ ઈન એઈડ/સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં બી.એડ બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. આ બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની ઓનલાઇન અરજી કરવાની રહેશે...
• વર્ષ 2023-24 માં બી.એડ. અભ્યાસક્રમમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહી. સ્નાતકના માર્ક્સને આધારે એડમિશન આપવામાં આવશે.
• પ્રવેશ પાત્રતા : યુનિવર્સટી દ્વારા આપવામાં આવેલ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટમાં જે માર્ક્સ પરથી CLASS આપવામાં આવેલ છે. તે માર્ક્સ લાયકાત તરીકે ગણવામાં આવશે. એટલે કે NCTE ના નિયમ પ્રમાણે SC, 51 અને SEBC કેટેગરી સિવાયના વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાએ અથવા અનુસ્નાતક કક્ષાએ લઘુતમ ૫૦ ટકા (૪૯.૫૦ % થી વધુ પરંતુ (SC,ST, અને SEBC કેટેગરીવાળા વિદ્યાર્થીઓને ૫ ટકા છુટ મળશે.) પ્રવેશ પાત્રતા ન ધરાવતા ઉમેદવારના ફોર્મ આપો આપ પ્રવેશ સમિતિ રદ કરશે માટે લાયકત મુજબ ટકા ન ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
• મેરીટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તો સેમેસ્ટર ક અને સેમેસ્ટર 6 ના ફક્ત યુનીવર્સીટી દ્વારા આપવામાં આવેલ માત્ર થિયરી એક્સટર્નલ માર્ક્સ ગણવામાં આવશે. અધર યુનિવર્સિટીના (JAOUG) વિદ્યાર્થીઓ હોય તો સેમેસ્ટર 1 થી 6ના ગ્રાન્ડ ટોટલ માર્ક્સ ગણવામાં આવશે.
• નિયમિત ફી (રુ. ૪૫૦/-) સાથે ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા તારીખ ૦૫/૦૫/૨૦૨૩ થી ૩૦/૦૫ા૨૦૨૩ સુધીની રહેશે. મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવવા ઈચ્છનારે પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
• સામાજિક અને આર્થિકપછાત (SEBC) કેટેગરીવાળા વિદ્યાર્થીઓએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેવું પ્રમાણપત્ર (ક્રિમિલેયર) વર્ષ : ૨૦૨૩ ૨૪ માટેનું માન્ય હોય તેવું જોડાવનું રહેશે..
• પ્રવેશ સંબંધી કોઈપણ જાહેરાત હવે વર્તમાનપત્રમાં આવશે નહિ, માત્ર બી.એડ મધ્યસ્થ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર જ જોવા મળશે તેથી વખતોવખત બી.એડ. મધ્યસ્થ પ્રવેશ સમિતિની વેબસાઈટ જોતા રહી વેબસાઈટ પર મૂકવામાં આવેલ સૂચનાઓને અનુસરવું. રજા સિવાયના દિવસોમાં કામકાજના સમય દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજમાંથી પણ ઓનલાઇન અરજી કરી શકાશે.
• (૧) Institute of Language Teaching - રાજકોટ એ B.Ed. (English) વિષય સાથેની અંગ્રેજી માધ્યમની કોલેજ છે. આ કોલેજમાં અંગ્રેજી વિષયના સ્નાતકોને જ પ્રવેશ મળી શકશે. (૨) કૃષિ વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ માત્ર બી.આર.એસ. બી.એડ. કોલેજ, ડુમિયાણી ખાતે જ પ્રવેશ લઈ શકશે. (૩) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ બી.એડ. કોલેજોની સુવિધા, હોસ્ટેલની સગવડ, કોલેજની ફી, કૉલેજના સરનામાં સહિતની વિગતો www.saundi.in પર મુકેલા ઈ-બ્રોશરમાં જોઈ શકાશે, (૪) જીવન જયોત મહિલા બી.એ. બી.એડ., વાઘેલા (વઢવાણ) કોલેજમાં NCTE ની માન્યતા મુજબ બી.એ.બી.એડ. (ઈન્ટીગ્રેટેડ ધોરણ ૧૨ પાસ પછી ૪ વર્ષ) નો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેના એડમિશન કોલેજ કક્ષાએથી કરવામાં આવે છે. જેથી કોલેજનો સીધો સંપર્ક કરવો. (નં.9879256386)
• પ્રવેશ સંબંધી કોઈપણ પ્રકારની પૂછપરછ માટેનું સ્થળ : ચેરમેનશ્રી, બી.એડ, પ્રવેશ :૨૦૨૩-૨૪, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક સેન્ટર, સેન્ટ્રલ બેંક પાછળ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ફોન નં.9998800039, ઈ-મેઈલ : huedu2023lgmail.com
માહિતી પુસ્તિકા માટે :: અહીં ક્લિક કરો
Registration માટે :: અહીં ક્લિક કરો
Official Website :: અહીં ક્લિક કરો
E-Brochure માટે :: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .

No comments:
Post a Comment