ગુજરાતના સાંસ્કૃતિક વન :: ગુજરાતમાં વન અને પર્યાવરણ ખાતા ના નેજા હેઠળ વર્ષ 2004 થી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આમતો વર્ષ 1950 થી વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવેલ . સામાન્ય રીતે ગુજરાતના મુખ્ય મથક ખાતેજ ઉજવાતા વન મહોત્સવ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં યોજવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે .
દર વર્ષે એક સપ્તાહ સુધી વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે . અને દરેક વન મહોત્સવમાં એક સાંસ્કૃતિક વન નું નિર્માણ કરવામાં આવે છે .
આ વનના નિર્માણ થકી સમાજમાં વનોનું મહત્વ અને જાગૃતિ કેળવવાના ભાવ સાથે ગુજરાતની વન સંપતિમાં વધારો કરવાના હેતુસર સાંસ્કૃતિક વન નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ચાલો 2004 થી સાંસ્કૃતિક વન ઊભાં કરવામાં આવ્યાં છે અને તેમનાં નામ શું છે બધું જ એક pdf થી જાણીએ.
![]() |
| Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો |
સાંસ્કૃતિક વન હેતુઓ :
• સમાજમાં વૃક્ષો વાવવાનો સંદેશ આપવો .
• રાજ્યની જંગલ સંપતિમાં વધારો કરવો .
• ઔષધિય વૃક્ષો પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવી.
• ગુજરાતને હરીયાળું બનાવવું .
• જળવાયુ પરીવર્તનમાં સકારાત્મક ભૂમિકા નિભાવવી.
ગુજરાતના સાંસ્કૃતિક વન
1. પુનિત વન :
વર્ષ 2004 ના 55મા વન મહોત્સવ પ્રસગે નિર્માણ પામેલ પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વન ગાંધીનગર જિલ્લો ગાંધીનગર માં નિર્માણ પામ્યું
2. માંગલ્ય વન' :
56મા વન મહોત્સવ વર્ષ 2005 માં દ્વિતીય સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું . રાજ્યના પાટનગર બહાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ માં વન મહોત્સવની ઉજવણી કરી સમગ્ર રાજ્યમાં વૃક્ષ ઉછેર પ્રત્યે લોક જાગૃતિ ઉબી કરવાના શ્રી નરેન્દ્ર મોદીના સૂચનના પગલે સાંસ્કૃતિક વન માંગલ્ય વન પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણ પામ્યું. અંબાજી જિલ્લો બનાસકાંઠા
3. તીર્થંકર વન તારંગા
તૃતીય સાંસ્કૃતિક વન 57 મા વન મહોત્સવ 2006 માં જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ તારંગા ખાતે નિર્માણ પામ્યું તીર્થંકર વન તારંગા મહેસાણા જિલ્લો
4. હરિહર વન
ચતુર્થ સાંસ્કૃતિક વન 58 મા વન મહોત્સવ 2007 માં હરિહર એટલે મહાદેવના નામ ઉપર હરિહ વન સોમનાથ મુકામે ગીરસોમનાથ જિલ્લા માં નિર્માણ પામ્યું .
5. ભક્તિવન
59 મા વન મહોત્સવ વખતે 208 માં મા ચામુંડાના ધામમાં ચોટીલા મુકામે ભક્તિવનના નામે પાંચમું સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું . ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લો
6. શ્યામળવન:
છઠ્ઠું સાંસ્કૃતિક વન 60 મા વન મહોત્સવ વર્ષ 2009 માં શામળાજી મુકામે ભગવાન શામળાના નામે શ્યામળવન અરવલ્લી જિલ્લા ના શામળાજી મુકામે નિર્માણ પામ્યું .
7. પાવક વન :
સાતમું સાંસ્કૃતિક વન પાલીતાણા મુકામે જૈન તીર્થના પાવક તીર્થ સ્થળે 61 મા વનમહોત્સવ પ્રસંગે 2010 માં નિર્માણ પામ્યું. પાવક વન પાલીતાણા ભાવનગર જિલ્લો
8. વિરાસત વન
આઠમું સાંસ્કૃતિક વન 62 મા વન મહોત્સવ 2011 ના વર્ષે ગુજરાતની વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા પામી છે તે વિરાસત સ્થળે પાવાગઢમાં વિરાસત વન વન પાવાગઢ પંચમહાલ જિલ્લો માં નિર્માણ પામ્યું .
9. ગોવિંદ ગુરુ સ્મૃતિવન
નવમું સાંસ્કૃતિક વન 63 મા વન મહોત્સવ પ્રસંગે વર્ષ 2012મા માનગઢ હિલ્સ મુકામે જલીયાવાળા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયેલો અંગ્રેજ સરકાર સામેના સ્વાતંત્ર્ય ચળવળના નેતા સમાજ સુધારક ગોવિંદ ગુરુ ની યાદમાં સ્મૃતિવન નિર્માણ પામ્યું . માનગઢ મહીસાગર જિલ્લો
10. નાગેશવન :
દશમું સાંસ્કૃતિક વન 64 મો વન મહોત્સવ 2013 માં નાગેશવન દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો ભગવાન દ્વારકાધીશ ના ધામમાં આપણાં 12 જ્યોતિર્લીંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ આવેલું છે .ભગવાન નાગેશ્વર મહાદેવના નામ ઉપરથી નાગેશવન દ્વારકા મુકામે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું છે.
11. શક્તિવન
અગિયારમું સાંસ્કૃતિક વન 65 મો વન મહોત્સવ 2014માં શક્તિવન કાગવડ જેતપુર મુકામે આધશક્તિ મા ખોડલના નામ ઉપરથી કાગવડ ધામ જેતપુર મુકામે .જિલ્લો રાજકોટ
12. જાનકીવન:
બારમું સાંસ્કૃતિક વન 66 મો વન મહોત્સવ 2015 માં જાનકીવન વાંસદા મુકામે જાનકી અર્થાત સીતા માતાના નામ ઉપરથી નિર્માણ પામ્યુ છે. વાંસદા નવસારી જિલ્લો
13. આમ્રવન :
તેરમું સાંસ્કૃતિક વન મો વન 67 મો વન મહોત્સવ 2016માં ગુજરાતમાં કેરી માટેનો પ્રખ્યાત પ્રદેશ આમ્ર એટલે આંબા પરથી આમ્ર વન ધરમપુર વલસાડ જિલ્લા માં નિર્માણ પામ્યું .
14. એક્તા વન :
ચૌદમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં એક્તા વન સરદાર વલ્લભભાઇ પટેલના બારડોલી સત્યાગ્રહ થી પ્રખ્યાત બારડોલી મુકામે એકતા વન સુરત જિલ્લા માં નિર્માણ પામ્યું .
15. મહીસાગર:
પંદરમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં મહીસાગર વન વહેરાની ખાડી
આણંદ જિલ્લા મુકામે મહીસાગર નદીના નામે બનાવવામાં આવ્યું છે .
16. શહીદ વન :
સોળમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં શહીદ વન ભૂયરમોરી ધ્રોલ જામનગર જિલ્લા માં ભૂચર મોરીના શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું છે.
17. વીરાંજલી વન :
સતરમું સાંસ્કૃતિક વન 68મો વન મહોત્સવ 2017માં વીરાંજલી વન પાલ દઢવાવ સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામ્યું.
18. રક્ષક વનઃ
અઢારમું સાંસ્કૃતિક વન 69 મો વન મહોત્સવ 2018માં રક્ષક વન રુદ્રમાતા બંધ પાસે કચ્છ જિલ્લા માં નિર્માણ પામ્યો છે .
19. જાડેશ્વર વન :
ઓગણીસમું સાંસ્કૃતિક વન 70 મો વન મહોત્સવ 2019 માં જડેશ્વર વન અમદાવાદ અમદાવાદ જિલ્લો
20. રામવન:
વીસમું સાંસ્કૃતિક વન રામવન રાજકોટ રાજકોટ જિલ્લો 71 મો વન મહોત્સવ 2020 માં નિર્માણ પામ્યું છે .
21. મારુતિ નંદનવન :
એકવીસમું સાંસ્કૃતિક વન 72 મો વન મહોત્સવ 2021 માં ભગવાન રામના પરમ ભક્ત હનુમાન દાદાના નામ પર મારુતિ નંદનવન કલગામ વલસાડ જિલ્લામાં નિર્માણ પામ્યું છે .
22. વટેશ્વર વન દૂધરેજ :
73 મો વન મહોત્સવ 2022 માં વડવાળા ધામ દૂધરેજ માં વડવાળા દેવના પાવન સાનિધ્યમાં બાવીસમું સાંસ્કૃતિક વન વટેશ્વર વન દૂધરેજ સુરેન્દ્ર નગર જિલ્લામાં નિર્માણ પામ્યું છે.
મિત્રો , અમારા આ લેખના માધ્યમથી “ ગુજરાતના સાંસ્કૃતિક વન pdf “ અથવા વનો ના નામ જાણ્યા તો તમને કેવી લાગી માહિતી તે અમને કોમેંટમાં અચૂક જણાવશો અને બીજા આવા જ આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો, ધન્યવાદ !
ગુજરાતના સાંસ્કૃતિક વન pdf || Gujarat Na Sanskrutik pdf Download :: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ :: આ આર્ટિકલ ફક્ત તમારી માહિતી અને ઉપયોગી બની રહે તે માટે મૂકવામાં આવી છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરતા રહો ,આ બધી સામગ્રી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે જે અહીં PDF સ્વરૂપે દર્શાવવામાં આવી છે.


No comments:
Post a Comment