Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Friday, 30 December 2022

ટેટ 1-2 ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો સમગ્ર વિગત એક જ ક્લિકમાં || TET 1-2 Notification 2023 Apply Online || Ojas Job Notification

 ટેટ 1-2 ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો સમગ્ર વિગત એક જ ક્લિકમાં Ojas Job Notification


 ટેટ 1-2 પરીક્ષાની તારીખ લંબાવાઈ : ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે.શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.



TET-1અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.

1). ધોરણ ૧ થી ૫ માં શિક્ષક થવા માટેની પરીક્ષા TET-1 અને ધોરણ ૬ થી ૮ માં શિક્ષક થવા માટેની પરીક્ષા TET-2 ના ફોર્મ ભરવાની શરૂઆત તા.૨૧/૧૦/૨૦૨૨ થી શરૂ થશે.

2). ધોરણ ૧ થી ૫ માં શિક્ષક થવા માટેની પરીક્ષા TET-1 અને ધોરણ ૬ થી ૮ માં શિક્ષક થવા માટેની પરીક્ષા TET-2 ના ફોર્મ ભરવાની શરૂઆત તા.૨૧/૧૦/૨૦૨૨ થી શરૂ થશે.

3). અંદાજે ૩.૫ લાખ વિદ્યાર્થીઓ કે જેઓ શિક્ષક થવા માગે છે તેમની માંગણી સંતોષાશે.

21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની થશે શરુઆત

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.


જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે આ વખતે 3.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરશે. 17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી 5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે.

શિક્ષક યોગ્યતા કસોટી- (TET-I-II) નો કાર્યક્રમ

1 ). જાહેરનામું બહાર પાડવાની તારીખ : 17/10/2022

2). વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ : 18/10/2022

3). ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો (તારીખ લંબાવાઈ) : 21/10/2022 થી 15/01/2023

4). પરીક્ષાનો સંભવિત માસ : ફેબ્રુઆરી/માર્ચ-2023

મહત્વપૂર્ણ લિંક : 

> ટેટ 1 ઓફિસિયલ નોટિફિકેશન

> ટેટ 2 ઓફિસિયલ નોટિફિકેશન

> તારીખ લંબાવાઈની નોટિફિકેશન

> ઓનલાઇન અરજી કરો

> વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

વધુ માહિતી કે કોઈ પણ પ્રશ્ન માટે Contact Form પર કોન્ટેક્ટ કરો.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .


No comments:

Post a Comment