Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Sunday, 18 September 2022

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી કક્ષા ના અભ્યાસક્રમની વર્ષ 2022 – 23 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન અરજીઓ તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી કરવાની રહેશે.PM યશસ્વી સ્કોલરશીપ યોજના અંતર્ગત રાજ્યની 8 અને કેન્દ્રની 2 શિષ્યવૃત્તિ યોજનાનો અમલ અલગ કરવાના બદલે Post Metric Scholarship for OBC,EWS & DNT Students શિષ્યવૃત્તિ યોજના નો અમલ કરવાનો થાય છે. આ યોજના અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 તેમજ રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EWS અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ.2,50000 થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022

 PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર OBC, EWS & DNT સ્ટુડન્ટસ શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022 – 23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ નો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જૂના વિદ્યાર્થીઓ એ પોતાની અરજી Renewal કરવાની રહેશે. ઓનલાઈન અરજી તારીખ 15/10/2022 સુધી કરી શકાશે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 (અનુસૂચિત જનજાતિ)
 મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/ ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

અનુસૂચિત જાતિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022

 મૂળ ગુજરાત અનુસૂચિત જાતિ ના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો /ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

  Ojas Job Notification 


▶️યોજનાનું નામ : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
▶️રાજ્ય : ગુજરાત
▶️શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે? : OBC,EWS,DNT અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને
▶️અરજી પ્રક્રિયા : ઓનલાઈન
▶️આવક મર્યાદા : રૂ.2,50000 થી વધુ ન હોવી જોઈએ
▶️ફોર્મ શરૂ થવાની તારીખ : 15/09/2022
▶️ફોર્મની છેલ્લી તારીખ : 15/10/2022
▶️ઓફિશિયલ વેબસાઈટ : digitalgujarat.gov.in

ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

 કેન્દ્ર અને સરકાર દ્વારા આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં મદદ કરવા માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવેલો છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ઓફિશિયલ પોર્ટલ digital gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

કેટેગરી પ્રમાણે શિષ્યવૃત્તિ યોજનાઓ

 OBC,EWS, DNT અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ નીચે જણાવેલ શિષ્યવૃત્તિ યોજના માટે ડિજિટલ ગુજરાત પરથી ઓનલાઈન અરજી કરી શકશે.ઓનલાઈન અરજી 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી કરી શકાશે.

OBC,EWS અને DNT ના વિદ્યાર્થીઓ માટે

 ◼️PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ યોજના

 ◼️બીસીકે-૮૦ મેડીકલ, એન્જીનીયરીંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય

◼️ બીસેકે-૭૯ મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.

◼️ડી.એન.ટી.-૨ મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.

◼️બીસીકે-૯૮ એમ.ફીલ, પીએચ.ડી. વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના 

◼️ બીસીકે-૮૧ સી ડો. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.

◼️ બીસીકે-૩૨૫ સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.

◼️ ટયુશન સહાય યોજના

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે

🔴SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (GOI) (BCK-6.1)

🔴SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (GOI) (ફક્ત ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થીઓ) (BCK-6.1

 🔴SC વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય (BCK-10)

🔴 M.Phil, Ph.D માટે ફેલોશિપ યોજના. SC વિદ્યાર્થીઓ માટે (BCK-11)

🔴 અનુ.જાતિના વિદ્યાર્થીઓને સાધન સહાય (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે જ) (BCK-12)

🔴 ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો (BCK-13) માટે SC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઇપેન્ડ

🔴 માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ હોય) (રાજ્ય સરકારો

🔴 SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય (વિજ્ઞાન પ્રવાહ) (ધોરણ:11-12) (BCK-7)

અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે

⚫"એસટી વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજના પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ

⚫ ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજના પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ (ફક્ત ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થીઓ માટે)

⚫ ST કન્યાઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ)

⚫ ST કન્યાઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખ કરતાં વધુ હોય) (ફક્ત ફ્રીશિપ કાર્ડ/એમ લોન વિદ્યાર્થી)

⚫ ST વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય

⚫ ITI માં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ

⚫ મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સાધનોની ખરીદી માટે નાણાકીય સહાય

⚫ ટેબ્લેટની ખરીદી માટે 12મા પાસ આઉટ થયેલા ST વિદ્યાર્થીને નાણાકીય સહાય.

⚫ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સહાય અને અભ્યાસ દરમિયાન વધારાની ટ્યુશન સહાય

⚫ P.Hd માં અભ્યાસ કરતા ST વિદ્યાર્થી માટે ફેલોશિપ યોજના. (તારીખ: 01/10/2022 થી શરૂ થશે)"

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે

✓ જે વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી ‘Login’ મેનુ પર ક્લીક કરી ‘Citizen Login’ માં જઇ પોતાના Id Password થી લોગીન કરવાનું રહેશે.

✓ લોગીન કર્યા બાદ ‘Request a New Service’ પર ક્લીક કરવાનું રહેશે.

✓ ત્યારબાદ ‘Scholarship’ option માં જઇ Select Financial Year મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ સીલેક્ટ કરી પોતાની કેટેગરી પસંદ કરીને હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનું રહેશે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

⏺️દરેક વિદ્યાર્થીએ પોતાની અરજી કરતા પહેલા તેઓના આધારનંબર જે બેંક એકાઉન્ટ જોડે લીંક (સીંડીંગ) કરાવેલ હોય તે ચકાસીને તે જ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે.

⏺️ દરેક વિદ્યાર્થીએ પોતાનો આવકનો દાખલો સક્ષમ અધિકારીનો, જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો, આધાર કાર્ડ, બેંક પાસબુકનું પ્રથમ પાનું, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફી ની રસીદ, પાસ કરેલ માર્કશીટ, ગેપ અંગેનું એફીડેવીટ (જો અભ્યાસક્રમમાં તૂટ હોય તો), હોસ્ટેલરનું સર્ટીફીકેટ JPEG, JPG , JPE, PDF ફોરમેટમાં 200KB થી ઓછી સાઇઝમાં ઓરીજીનલ ડોક્યુમેન્ટસ સ્કેન કરીને પછી જ ફોર્મ ભરવા બેસવું જેથીએક જ સમયે ફોર્મ ભરી શકાય.

⏺️ જે વિદ્યાર્થીઓએ રીશફલીંગમાં તમારો આ વર્ષનો ચાલુ અભ્યાસક્રમ છોડીને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ છે. અને અગાઉ સ્કોલરશીપનું ફોર્મ ભરાઈ ગયેલ છે તેવા કિસ્સામાં તમારૂં અગાઉ ભરેલ ફોર્મ જો તમારા લોગીનમાંથી ક્લોઝ (close) કરવાનું રહેશે અને જો તે અરજી વ્યુ (View) ઓપ્શનમાં દેખાતી હોય તો જે તે કોલેજનો સંપર્ક સાધી તેને રીટર્ન કરાવી ક્લોઝ (Close) કરવાની રહેશે. ત્યારબાદ તમે રીશફલીંગમાં પ્રવેશ મેળવેલ નવા અભ્યાસક્રમને ફોર્મ ભરી શકશો.

⏺️ મૂળ ગુજરાત રાજ્યના OBC/EWS/DNT અને અનુ.જનજાતિનાં વિદ્યાર્થી હોય પરંતુ ગુજરાત બહારનાં રાજ્યમાં પ્રવેશ મેળવેલ હોય તો તેઓએ શિષ્યવૃતિ યોજનાનું ફોર્મ ભરતી વખતે Registration Details – Current Address માં તમારા અભ્યાસક્રમનાં રાજ્ય તથા જિલ્લાની વિગત ભરવાની રહેશે. તમારી સંસ્થાનાં AISHE code ની વિગત ઓનલાઈન ભરવાની રહેશે તથા સંસ્થાની માન્યતા, અભ્યાસક્રમની માન્યતા, FRC નો Letter વગેરે જરૂરી આધાર-પુરાવા તમારા મૂળ વતનની જિલ્લા કચેરીમાં જમા કરવામાં આવશે.

⏺️ રાજ્ય બહારની સંસ્થાઓએ તેઓના AISHE code સહિતની સંસ્થાની તમામ વિગત gujaratscholarshiphelp@gmail.com ઉપર મોકલવાની રહેશે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ યાદી


🔴 વિદ્યાર્થીનો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલો

🔴 સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો વાલીનો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો આદેશ/આધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.)

🔴 વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ
 બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે/ જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક/ચેક)

🔴 ધોરણ ૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તેનું સોગંધનામુ

🔴 જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)

🔴 જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનુ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર

🔴 વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)

🔴 પાસપોર્ટ સાઇઝનો ફોટો

🔴 વિદ્યાર્થીનીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર

🔴 આધારકાર્ડ

🔴 જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષાંગિક પુરાવા


જાહેરાત વાંચવા


ઓનલાઈન ફોર્મ ભરવા 

અન્ય નોકરીની માહિતી માટે 

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના ફોર્મ digital gujarat.gov.in પરથી ભરી શકાશે.

ગુજરાત ડિજિટલ પોર્ટલ નો હેલ્પલાઇન નંબર કયો છે?

⚫  વિદ્યાર્થીઓ ને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે જરૂર જણાય તો હેલ્પલાઇન નંબર 18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .


No comments:

Post a Comment